GUJARATI TRANSLATION: હાર્વે વાવાઝોડાથી બચનારાઓ જો ઇમેલ્ડાથી અસરગ્રસ્ત થયા હોય તો સંઘીય સહાય માટે અરજી કરી શકે છે

ઓસ્ટિન, ટેક્સાસ - જો તમે હાર્વે વાવાઝોડાથી નુકસાન થયું હોવાના કારણે સંઘીય સહાય માટે નોંધણી કરાવી લીધી હોય તો પણ, જો તમે ઉષ્ણકટિબંધીય તોફાન ઇમેલ્ડાથી અસરગ્રસ્ત થયા હોવ તો પણ તમે સહાય માટે નોંધણી કરાવી શકો છો. એક હોનારત માટે અરજી કરવા અને /અથવા સહાય પ્રાપ્ત કર્યા પછી સંઘીય સહાય બંધ થતી નથી. જો તમને અગાઉની, સંઘીય ઘોષિત હોનારત માટે સહાય મેળવી હોય તો પણ સહાય ઉપલબ્ધ થઈ શકે છે.

 

એવા બચનારાઓ જેને હાર્વે વાવાઝોડા પછી સહાય માટે અરજી કરી છે અને જેઓને ઉષ્ણકટિબંધીય તોફાન ઇમેલ્ડાથી નુકસાનને થયું છે તઓએ સહાય માટે ફરીથી અરજી કરવી પડશે - હાર્વે માટેની તેમની અરજી અને સહાય તેમને ઉષ્ણકટિબંધીય તોફાન ઇમેલ્ડાથી થતા નુકસાન માટે આવરી લેતી નથી.

 

ટેક્સાસના મકાનમાલિકો, ભાડે આપનારાઓ અને ચેમ્બર્સ, હેરિસ, જેફરસન, લિબર્ટી, મોન્ટગોમેરી, ઓરેંજ અને સાન જેકન્ટો કાઉન્ટીઓના વ્યવસાય માલિકો સપ્ટેમ્બર. 17 - 23, 2019 થી વીમા વિનાના અને અલ્પ વીમા વાળા નુકસાન અને થયેલ ક્ષતિ માટે અરજી કરી શકે છે. સહાય માટે અરજી કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર 3, 2019 છે.

 

મકાનમાલિકો અને ભાડે આપનારાઓ વીમા અથવા અન્ય સહાય કાર્યક્રમો દ્વારા ન મળતા અસ્થાયી આવાસો, ઘરની મરામત અને અન્ય ગંભીર આપત્તિ-સંબંધિત ખર્ચ માટે ચૂકવણી કરવામાં સહાય માટે ગ્રાન્ટ પ્રાપ્ત કરવાને પાત્ર હોઈ શકે છે.

 

નોંધણી કરવા માટે, ઓનલાઇન DisasterAssistance.gov પર જાવ અથવા 800-621-3362 પર FEMA હેલ્પલાઇનણે કૉલ કરો. સહાય મોટાભાગની ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ફોન લાઇન આગળની સૂચના સુધી અઠવાડિયાના સાત દિવસ માટે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલી છે.

 

બચનારાઓ હોનારત સહાય માટે અરજી કરવા હોનારત પુનઃપ્રાપ્તિ કેન્દ્રની મુલાકાત પણ લઈ શકે છે. ઓરેન્જ, મોન્ટગોમેરી, લિબર્ટી, હેરિસ, જેફરસન અને ચેમ્બર્સ કાઉન્ટીઓમાં હોનારત પુનઃપ્રાપ્તિ કેન્દ્ર ખુલ્લા છે. હોનારત પુનઃપ્રાપ્તિ કેન્દ્ર શોડવા માટે: https://egateway.fema.gov/ESF6/DRCLocator મુલાકાત લો.

 

ઇમેલ્ડામાંથી પુન:પ્રાપ્તિ વિશે વધુ જાણવા માટે, www.fema.gov/disaster/4466 અને tdem.texas.gov/imelda-recovery-resources/ ની મુલાકાત લો. અમને Twitter પર www.twitter.com/femaregion6 પર અને FEMA બ્લોગ blog.fema.gov પર ફોલો કરો.

 

 twitter.com/FEMARegion6,  www.fema.gov/blog, www.twitter.com/fema, www.twitter.com/FEMAespanol, www.facebook.com/fema, www.facebook.com/FEMAespanol અને www.youtube.com/fema પર FEMA ને ઓનલાઈન ફોલો કરો

###

FEMA નું મિશન: હોનારત પહેલાં, દરમિયાન અને પછી લોકોને મદદ કરવી.

જાતિ, રંગ, ધર્મ, રાષ્ટ્રીયતા, લિંગ, વય, અપંગતા, અંગ્રેજી કુશળતા અથવા આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના હોનારત પુનઃપ્રાપ્તિ સહાય ઉપલબ્ધ છે. જો તમે અથવા તમે જાણતા હોવ તેવા કોઈએ ભેદભાવનો સામનો કર્યો હોય, તો 800-621-3362 વોઈસ/VP/711 પર FEMA ટોલ-ફ્રીને કૉલ કરો. બહુભાષી ઓપરેટર ઉપલબ્ધ છે. TTY ઉપયોગકર્તા 800-462-7585 પર કૉલ કરી શકે છે.

U.S. નાના વેપાર વહીવટ એ હોનારતથી નુકસાન પામેલ ખાનગી સંપત્તિના લાંબા ગાળાના પુનર્નિર્માણ માટે સંઘીય સરકારનો નાણાં માટેનો મુખ્ય સ્રોત છે. SBA તમામ નાના મોટા વેપારોને, ખાનગી બિનલાભકારી સંસ્થાઓ, મકાનમાલિકો અને ભાડે આપનારા ભંડોળ સમારકામ અથવા પુનઃનિર્માણ પ્રયત્નોમાં સહાય કરે છે અને ખોવાયેલી અથવા હોનારતથી નુકસાન પામેલી વ્યક્તિગત સંપત્તિને બદલવાની કિંમતને આવરી લે છે. વધુ માહિતી માટે, અરજદારો 800-659-2955 પર SBA ના હોનારત સહાય ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. TTY ઉપયોગકર્તા 800-877-8339 પર પણ કૉલ કરી શકે છે. અરજદારો This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.  પર પણ ઇમેઇલ કરી શકે છે અથવા www.SBA.gov/disaster  પર SBA ની મુલાકાત લઈ શકે છે.

Original author: bree-constance.huffin
CPHC Central North Pacific Outlook
NHC Eastern North Pacific Outlook

Latest Videos

View all videos